LOGIN | SIGNUP  
       
 
  HOME   My Account   BHAJANS   LYRICS   ABOUT US   Contact Us   donations   Feedback
 
Bhajans & Albums
  Listen to favourite Bhajans
More...  
 
 
Streaming Bhajans
  Streaming Audio Bhajans
   
  More...
 
 
-Bholya bholya shri bhagavan-Geetasar- બોલ્યા બોલ્યા શ્રી ભગવાન lyrics
 
 
   
Gujarati Lyrics
ગીતાસાર
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે,
તમને કહુ છુ ગીતા-જ્ઞાન, અર્જુન સાંભળો રે.

આત્મા મરતો નથી અમર છે; એંવુ સમજે તે જ્ઞાની છે;
તે સાંખ્ય યોગી કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા

સત્કર્મ ધર્મ કહેવાય, આચરતા ચિતશુદ્ધિ થાય;
તે કર્મ-યોગ કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા

સત્કર્મ સદા આચરિએ, ફલ હરિને અર્પણ કરીએ;
તે બ્રહ્માર્પણા કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા,

જેમ કમળ- પત્ર પાણીમાં, તેમ રહે છે જે દુનિયામાં;
તે સંન્યાસી કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા

પોતે પોતાના ગુરુ બનીએય, નારાયણનુ ધ્યાન ધરીએ;
તે સંયમી કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા

વાસુદેવ સર્વ વ્યાપક છે, હજારોમા કોક જાણે છે;
તે વિજ્ઞાની કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા,

આખા વિષ્વતણો ક્ષય થાય, મારૂ ધામ અક્ષય કહેવાય;
અક્ષર બ્રહ્મ તે કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા

સરજુ, પાળુ ને સંહારું, ભાવે ભજન કરો તમે મારું;
તે રાજ઼-યોગ કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા

અંતરની આંખો ખોલો, મને સઘડે હવે તમે જોઈ લ્યો;
તે વિશ્વરૂપ કહેવાય અર્જુન સાંભળો રે. બોલ્યા,

અનન્ય ચિંતન મારુ કરશે, તે મૃત્યુસાગર તરશે;
એવુ ભક્તિયોગ સમજાવે, અર્જુન સાંભળો રે. બોલ્યા,

દેહ પ્રકૃતિનો કહેવાય, જીવ મારો અંશ કહેવાય;
ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા,

જ્યારે ભેદ ભાવના જાયે, ત્યારે સમાનતા આવે;
ત્યારે ત્રિગુણાતિત કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા,

જેમ વૃક્ષ તણું જે મૂળ છે, જડ ચેતનથી ઉત્તમ છે;
તે પુરુષોત્મ કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા,

સદબુદ્ધિ દેવે કહેવાય, કબુદ્ધિ અસુર કહેવાય,
તે દેવાસુર કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા
જેવું અન્ન તેવું મન, તેવી શ્રદ્ધા જેવુ મન;
તે શ્રદ્ધામય કહેવાય, અર્જુન સાંભળો રે. બોલ્યા

સઘળા ધર્મો છોડી દોને, મારે શરણે તમે આવોને;
મુકત-સંન્યાસી થઈને, અર્જુન સાંભળો રે. બોલ્યા

ગીતામૃત્-પાન જે કરશે, તે મૃત્યુ-સાગર તરશે;
શિવરામ થાશે જય જયકાર, અર્જુન સાંભળો રે. બોલ્યા,
Transliteration Lyrics

Sung by and offered by:  Neelamben Yagnik

 

Bholya bholya shri bhagavan,  arajun shabhalo re,

Tamane kahu chu geeta-gnyan,  arajun shabhalo re,

 

Aatma marato nathi aamar che; aavu samaje te gnayi che;

Te sankhyayogi kahevaye,  arajun shabhalo re,

 

Satkarma dharma kagevaye, aacharta chitashudhi thaye;

Te karma-yoge kahevaye, arajun shabhalo re,

 

Satlkarma sada aachariya, fal hrina arpana karie;

Te bhahmarpana kahevaye arajun shabhalo re,

 

Jeme kamale-patra paanima, tema rhe che je duniyama;

te sanyasi kahevaye  arajun shabhalo re,

 

pote potana guru banye, naarayananu dhyana dhariye;

te sayami kahevaye arajun shabhalo re,

 

vasudev sarve vyapake che, hajaroma koke jane che;

te vignayi kahevaye arajun shabhalo re,

 

aakha vishavtono kshya thaye, maru dhaam akshye kahevaye;

aksherabhrahma te kahevaye arajun shabhalo re,

 

sarju, palu ne sumharu, bhave bhajan karo tame maru;

te raj-yoge kahevaye arajun shabhalo re,

 

antarane ankho kholo, mane saghade have tame joi lyo;

te vishva roop kahevaye arajun shabhalo re,

 

ananya chintan maaru karashe, te mrutyusagar tarshe;

aevu bhaktiyoge samajave arajun shabhalo re,

 

deh prkrutino kahevaye, jeev maro ansh kahevaye;

kshetra ksheragna kahevaye arajun shabhalo re,

 

jyare bhed bhavana jaye, tyare smmanta aave;

tyare trigunatit kahevaye arajun shabhalo re,

 

Jag-vruksha tanu je moola che, jade-chetanthi uttam che;

te purushotum kahevaye arajun shabhalo re,

 

sadabhudhi deve kahevaye, kubhuddhi asoore kahevaye,

te devasoor kahevaye arajun shabhalo re,

 

jevu anna tevu mane, tevi shruddha jevu mana;

te shraddhamaye kahevaye arajun shabhalo re,

 

saghada dgarmo chodi dyone, maare sharane tame aavone;

mukta-sanyasi thai ne arajun shabhalo re,

 

geetamrutyu-paan je karashe, te mrutyu-saagere tareshe;

shivaram thashe jaya jayakar arajun shabhalo re,

Bholya bholya shri bhagavan,  arajun shabhalo re

© 2010 myBhajans.